ભારતની સ્ટાર બેટીંગ લાઈનઅપને બાંધી રાખી તે સફળતા: પેટ કમીન્સ

20 November 2023 10:34 AM
Ahmedabad Gujarat India Sports World
  • ભારતની સ્ટાર બેટીંગ લાઈનઅપને બાંધી રાખી તે સફળતા: પેટ કમીન્સ

♦ શ્રેષ્ઠ ક્ષમતા ‘બચાવી’ રાખી હતી

♦ ટોસ મદદરૂપ: ઓસી કેપ્ટને પીચને સારી રીતે પારખી લીધી હતી

અમદાવાદ: ઓસ્ટ્રેલિયન ટીમને છઠ્ઠી વખત વનડે વર્લ્ડકપ ચેમ્પીયન બનવાનું ગૌરવ મળ્યુ છે તે સમયે ટીમના કેપ્ટન પેટ કમીન્સે સમગ્ર સ્પર્ધાનો કયાસ કાઢતા કહ્યું કે અમોએ આ જ દિન માટે અમારી શ્રેષ્ઠ ક્ષમતાને બચાવી ગયા હતા.

કમીન્સે કહ્યું કે, ટીમ ઈન્ડીયા સ્ટાર બેટસમેનથી ભરપુર હતી છતાં તેને અમો 240 રન સુધી જ મર્યાદીત રાખી શકયા તે અમારા માટે સૌથી મહત્વનું બની રહ્યું હતું અને તેણે ઓસીની જીતમાં સૌથી મોટુ યોગદાન આપ્યુ હતું અને પછી હેડ એ ગેઈમ ઉપાડી લીધી હતી.

ઓસી ટીમ સામાન્ય રીતે રનચેઈઝના બદલે પ્રથમ દાવ લઈને મોટી ઈનિંગ્સ માટે જાણીતી છે પણ કમીન્સે ટોસ જીતીને ભારતને બેટીંગ માટે મેદાનમાં ઉતાર્યુ તેના માટે કહ્યું કે, અમોએ વિચાર્યુ હતું કે પીચ ધાર્યા કરતા ધીમી હતી અને ખાસ કરીને સ્પીન નહી થાય તેથી અમે ટાઈટ બોલીંગથી ટીમ ઈન્ડીયાને બાંધી રાખી હતી.

સ્લો વિકેટ અને બાઉન્સ પણ અનેક પ્રકારના હતા અને ખાસ કરીને લેગ સાઈડમાં અમોએ સારા કેચ કર્યા હતા. અમોએ મોટું જોખમ લીધુ અને તેનું અમોને વળતર પણ મળ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement