રાજકોટ: ગીરના સિંહો જે ‘એશિયાટીક લાયન’ તરીકે જાણીતા છે તે હવે સૌરાષ્ટ્રમાં તેનું સામ્રાજય વધારતા જાય છે અને પોરબંદર જીલ્લામાં પણ સિંહો પહોંચી જતા રાજયના 10 જીલ્લાઓમાં હવે તેમની ત્રાડ સંભળાઈ રહી છે.
આ માસના પ્રારંભે પોરબંદર જીલ્લાના કુતીયાણા પાસે સિંહણ તેના બે બચ્ચાઓ સાથે જોવા મળી હતી. હજુ 13 વર્ષ પુર્વે સિંહો ફકત ત્રણ જીલ્લામાં વસવાટ કરતા હતા અને 674 સિંહો એ સૌરાષ્ટ્રન મોરબી-દેવભૂમિ દ્વારીકા સિવાય તમામ જીલ્લાઓમાં તે વસી ગયા છે. સિંહોની વસતિ વર્ષે 5%ના દરે વધી રહી છે.
હવે તે જુનાગઢ, અમરેલી, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને છેક અમદાવાદ જીલ્લા સુધી પહોંચી ગયા છે.