સાવરકુંડલાનાં વિજપડી ગામેથી ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

20 November 2023 11:20 AM
Amreli
  • સાવરકુંડલાનાં વિજપડી ગામેથી ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.20

અમરેલી જિલ્લામાં ઉઘાડપગા ડોક્ટરોનો રાફડો ફાટયો હોય તેમ છાસવારે ડિગ્રી વગરના ડોક્ટરો ઝડપાઈ રહેલ છે. ત્યારે આવી વધુ એક ઘટનામાં સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ભાડાની દુકાનમાંથી મહુવાના એક ડિગ્રી વગરના ડોક્ટરને રૂપિયા દસ હજારની દવા તેમજ મેડિકલ સાધનો સાથે અમરેલી એસ. ઓ.જી. પોલીસ ટીમે ઝડપી લેતા ભારે ચકચાર મચી ગયેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ઉઘાડ પગા ડોક્ટરોના ક્લિનિક બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલ હોય તેમ વધુ એક ઘટનામાં અમરેલી એસ. ઓ.જી.પોલીસના પી.એસ.આઇ ભટ્ટની ટીમને મળેલ બાતમીના આધારે વીજપડી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર કે.વી.આહીરને સાથે રાખી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ખાદી કાર્યાલયની દુકાન ભાડે રાખી એલોપેથિક દવાઓ આપી દર્દીઓની જિંદગી સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહેલ તફઝુલ હુસેન સરવર હુસેન બુખારી ઉંમર 63 રે મુંજાવર સોસાયટી મહુવા વાળા ડિગ્રી વગરના ડોક્ટરને રૂપિયા 10239 ની એલોપેથીક દવાઓ તેમજ અન્ય મેડિકલ સાધનોના મુદ્દા માલ સાથે ઝડપી લેવામાં આવેલ હતો.ઉઘાડ પગાં ડોકટર ને મુદ્દામાલ સાથે સાવરકુંડલા તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ હતા.


Advertisement
Advertisement
Advertisement