(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.20
મહિલાએ પોતાના આર્થીક ફાયદા માટે અન્ય મહિલાઓને બહારથી બોલાવી પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાને હારજીતનો પૈસાથી જુગાર રમી રમાડી જુગારધામ ચલાવી રોકડ રકમ રૂપિયા 46,200 તથા અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ- 4 કિમત રૂપિયા 4500 સાથે મળી કુલ રૂપિયા 50,700 ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતા આરોપી સબાનાબેન રફીકભાઈ અભુભાઈ મુસેત્રાએ પોતાના આર્થીક ફાયદા માટે અન્ય મહિલાઓ લખમીબેન દિનેશભાઈ પંડયા, જસ્મીનબેન રફુબભાઈ મુસેત્રા,(ટીંબી) રાજુબેન રામભાઈ ગોહિલ (રહે. ગાંગડા) વિગેરે મહિલાઓને બહારથી બોલાવી પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાને હારજીતનો પૈસાથી જુગાર રમી રમાડી જુગારધામ ચલાવતા હોય આ અંગે નાગેશ્રી પોલીસને બાતમી મળતા દરોડો પાડી ચારે’ય મહિલાઓને રોકડ રકમ રૂપિયા 46,200 તથા અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ- 4 કિમત રૂપિયા 4500 સાથે મળી કુલ રૂપિયા 50,700 ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.