વિસાવદરથી આશરે 30 કિ.મી.ના અંતરે જંગલ વિસ્તારમાં આવેલ પ્રાચીન અને પૌરાણીક આદ્યશકિત કનકેશ્ર્વરી માતાજીના નીજ મંદિરે લાભ પાંચમના શુભ દિવસે અન્નકુટ ઉત્સવ યોજાયો હતો. અન્નકુટ મનોરથના મુખ્ય મનોરથી અતુલભાઈ ભુપતરાય ગાંધી હતા. આ તકે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની, મેનેજર દેવાંગ ઓઝા, રાજુભાઈ મહેતા, રમેશભાઈ પાનેરા, ગણેશભાઈ ઘેલાણી, ઉદય મહેતા, પુજારી હરીભાઈ જાની તથા માઈ ભકતો ઉપસ્થિત રહેલ હતા.