શાપુર-સરાડિયાના 45 કિ.મી.ના રેલવે ટ્રેક પરની પેશકદમી હટાવાશે : અધિકારીઓ જુનાગઢમાં

20 November 2023 11:30 AM
Junagadh
  • શાપુર-સરાડિયાના 45 કિ.મી.ના રેલવે ટ્રેક પરની પેશકદમી હટાવાશે : અધિકારીઓ જુનાગઢમાં

સાંસદ ધડુક, લોકપ્રહરી રાકેશ લખલાણીની દિલ્હીમાં રજુઆત બાદ તૈયારીઓ : ટ્રેક પરના વળાંકો દુર કરાશે

જુનાગઢ, તા. 20

110 વર્ષ જુની શાપુર-સરાડિયા રેલવે લાઇન તા. 22-9-1983ના ભારે પુર હોનારતમાં શાપુર-વંથલી-મેઘપુર વચ્ચે રેલવે ટે્રકનું અમુક જગ્યાએ થયેલ ધોવાણ બાદ આ ટ્રેન રેલવે સતાવાળાઓએ મેઘપુર-વંથલી વચ્ચે રેલવે ટે્રક રીપેરીંગ કર્યા બાદ એકાએક કામ બંધ કરી દીધુ હતું. 199રમાં શાપુરથી સરાડીયા વચ્ચેના ભલગામ (કોટનાથ) બાંટવા, માણાવદર, કોડવાવ, મેઘપુર, વંથલી સહિતના રેલવે સ્ટેશનોને તાળા મારી પાટા રેલ્વે સલેપાટની હરરાજી કરી કાયમી ધોરણે રેલવેના નકશામાંથી નામોનિશાન મીટાવી દીધુ હતું.

આ ટ્રેનને પુન: સ્થાપિત કરી શાપુર-સરાડિયાથી આગળ વાયા કુતિયાણા-વાંસજાળીયા સાથે જોડવા આ વિસ્તારના લોક પ્રણેતા રાકેશ લખલાણીએ બીડુ ઝડપી બીનરાજકીય આંદોલન શરૂ કરી મીટીંગો, સભાઓ કરી હતી. પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકે આ પ્રશ્ર્નની ગંભીરતા અને આ વિસ્તારના સર્વાંગી વિકાસને ધ્યાને લઇ પ્રતિનિધિ મંડળને દિલ્હી બોલાવી રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરાવી હતી. લડતના પ્રણેતા રાકેશ લખલાણીએ આપેલ આવેદન પત્રને ધ્યાને લઇ રેલવેના ઉચ્ચ અધિકારીઓને બોલાવી પ્રથમ ચરણના ભાગરૂપે રૂા. 690 કરોડની માતબર રકમ આપવાની જાહેરાત કરી આ કામ શરૂ કરવાની લીલી ઝંડી આપતા રાજકોટ પશ્ર્ચિમ રેલવેના અધિકારી નરેન્દ્રસિંહની દેખરેખ નીચે શાપુર-સરાડિયા વચ્ચેના 44-45 કિ.મી.ના રેલવે ટ્રેક પર નાના મોટા વળાંકો દુર કરવાની કામગીરી હા ધરી છે.

સાથે ભાવનગર પશ્ર્ચિમ રેલવેના અધિકારી સરવૈયા, મનીષ મૌલીક અને તેમની ટીમે સંયુકતપણે શાપુરથી સરાડિયા વચ્ચેના 44-45 કિ.મી.માં રેલવે ટ્રેકની જમીનમાં થયેલી પેશકદમી દુર કરવા માટે આજે તા. ર0ના જુનાગઢ આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

શાપુરથી સરાડિયા વચ્ચેના 44-45 કિ.મી. વચ્ચે થયેલ પેશકદમીની યાદી તૈયાર કરી બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે. ગમે તેવા કાચા પાકા બાંધકામો રેલ્વે ટ્રેક તેમજ રેલવેની હદમાં આવતી જમીન ખુલ્લી કરવાની રાજકોટ અને ભાવનગર ડીવીઝનના સંયુકતપણે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.


Advertisement
Advertisement
Advertisement