રાજયકક્ષાની બેઝબોલ બહેનોની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતું સાવરકુંડલા ગુરૂકુલ

20 November 2023 11:31 AM
Amreli
  • રાજયકક્ષાની બેઝબોલ બહેનોની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતું સાવરકુંડલા ગુરૂકુલ

સાવરકુંડલા, તા. 20

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ માં ગુજરાત સરકાર અંડર -17 બેઝ બોલ બહેનોની સ્પર્ધા ડીસા (બનાસકાંઠા )મુકામે રાજ્ય કક્ષા નું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી ગાંધીનગર દ્વારા થયેલ તેમાં અમરેલી જિલ્લાની ટીમમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સાવરકુંડલા સંસ્થા ની સમગ્ર સ્કૂલ ની ટીમ ગુજરાત રાજ્ય માં પ્રથમ સ્થાન મેળવ્યું છે જેમાંથી સાત વિદ્યાર્થીઓ નેશનલ સ્પર્ધા માં રમવા જશે.આ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો એ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા નુ નામ રોશન કરેલ છે જેમાં ગુરુકુળ શાળાનાં રમત ગમતનાં કોચ તરીકે દીપક ભાઈ વાળા તથા ઝાલા ભાઈ એ ખૂબજ તનતોડ મહેનત કરી વિજય મેળવ્યો છે તેમજ તેઓ વિદ્યાર્થી ઓ નાં સર્વાગી વિકાસ માં ખૂબજ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

સમગ્ર ગુરુકુળ શાળાની ટીમ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં સંસ્થા ના વડા પૂજ્ય ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા ગુરુકુળ નાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામી, શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઇ તેમજ વિવિધ શાળા નાં પ્રિન્સિપાલશ્રી ઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement