અમદાવાદ,તા.20
ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલી માટે આ ટુર્નામેન્ટની જેમ ખિતાબી મુકાબલો પણ યાદગાર રહેશે. તેમને અહી રવિવારે ઓસ્ટ્રેલીયા સામે ફાઈનલ પહેલા તેના આદર્શ સચીન તેંડુલકર તરફથી યાદગાર ભેટ મળી હતી. તેંડુલકરે 10 નંબરની પોતાની જર્સી ભેટ આપી હતી.તેંડૂલકરે અંતિમ વન-ડે દરમ્યાન પહેરેલા પોતાના હસ્તાક્ષરવાળી જર્સી કોહલીને ભેટ આપી હતી. સચીનનો છેલ્લો વન-ડે 2012 માં મીરપુરમાં પાક સામે એશીયાકપ મેચ હતો.
બીસીસીઆઈએ એકસ પર ફોટો શેર કર્યો
કોહલીએ બુધવારે ન્યુઝીલેન્ડ સામે વિશ્કવપનાં સેમી ફાઈનલમાં તેંડુલકરનાં 49 વન-ડે સદીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.બીસીસીઆઈએ એકસ (પૂર્વ ટવીટર) પર ફોટો શેર કર્યો હતો જેમાં કોહલી હાથમાં જર્સી લેતો જોવા મળે છે. બીસીસીઆઈએ લખ્યુ હતું- આ ખાસ મોકો છે, એક ખાસ મેચ પહેલાની પળ. તેનાં આ ભાવથી તેનો ‘કલાસ’દેખાય છે.
50 સદી ફટકારનાર પ્રથમ બેટસમેન
સચીન તેંડુલકરે પોતાના અંતિમ વન-ડે માં પહેરેલી હસ્તાક્ષર કરેલી જર્સી વિરાટ કોહલીને આપી હતી.