સુત્રાપાડા ખાતે ચામુંડા કોમ્પ્યુટરાઈઝડ વે બ્રિજનો પ્રારંભ : પૂર્વ મંત્રી જશા બારડની ખાસ ઉપસ્થિતિ

20 November 2023 11:40 AM
Veraval
  • સુત્રાપાડા ખાતે ચામુંડા કોમ્પ્યુટરાઈઝડ વે બ્રિજનો પ્રારંભ : પૂર્વ મંત્રી જશા બારડની ખાસ ઉપસ્થિતિ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે શ્રી ચામુંડા કોમ્પ્યુટરાઈઝડ વે બ્રિજ સાગર પેટ્રોલિયમ પાસે સંજય નગર કોલોનીની સામે બા આધ્યાબેન જયેશભાઇ ડોડીયાના હસ્તે શરૂ કરવામાં આવેલ છે. આ કોમ્પ્યુટરરાઈડ વે બ્રિજની કેપેસીટી 150 ટન હોય અને સુત્રાપાડામાં પ્રથમ વખત સાર્વજનિક કોમ્પ્યુટર વે બ્રિજની શરૂઆત કરવામાં આવેલ છે જેમાં રીક્ષા, બોલેરો, ટ્રેક્ટર, 6 વ્હીલર ડમ્પર, 10 વ્હીલર ટ્રક, 12 વ્હીલર ટ્રક, 14 વ્હીલર ટ્રક, 16 વ્હીલર ટ્રક તેમજ મોટા ટ્રેઈલરનું વજન કરવામાં આવનાર છે. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ, સુત્રાપાડા નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઈ કામળીયા, સદસ્ય અજયભાઇ બારડ, કારોબારી ચેરમેન કૈલાશભાઈ રામ, નિલેશભાઈ બારડ, રામભાઈ ઝાલા, ગટુરભાઈ રામસિંહભાઈ મોરી, હરેશભાઇ પઢીયાર, ભાવસીંહભાઈ બારડ, ભીખુભાઇ રાઠોડ, વરસીંગભાઈ ડોડીયા, અજિતભાઈ બારડ સહીતના આગેવાનો અને સ્ટાફ હાજર રહ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement