આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગીર સોમનાથ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી

20 November 2023 11:47 AM
Veraval
  • આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગીર સોમનાથ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી

વેરાવળ,તા.20

આહીર શૂરવીરતા કેવી હોય એનો દિન ઈતિહાસમાં હંમેશ માટે અંકિત થઈ ગયેલ છે. દુનિયાના ઇતિહાસમાં બનેલ સૌથી ભીષણ યુદ્ધ પૈકીના 18નવેમ્બર 1962ના એક યુદ્ધમાં ચીને લદાખની ચુચુલ ઘાટી પાસે અડધી રાતે ભારત ઉપર અચાનક આક્રમણ કરેલ. આ સમયે ભારતની સરહદોનું રક્ષણ કરવા 13 -કુમાઉ (ભ) ચાર્લી કંપનીના મેજર શૈતાનસિંહના ભાટી નેતૃત્વ કરતા હતા. આ ચાર્લી કંપનીના સૈનીકો પૈકી 114જેટલા આહીર સૈનિકો હતા. જેઓએ 2000થી વધુ ચીની સૈનિકોને ઠાર કરી દેશ માટે શહીદી વહોરી હતી.

આ ચુચુલ ઘાટીનું રેઝાંગ-લા યુદ્ધ એટલું શૌર્યપૂર્ણ અને વિરતાભર્યું હતું કે, આપણા દેશના 114 જેટલા સૈનિકોની અભૂતપૂર્વ બહાદુરીને સન્માનિત કરવા ભારત સરકારે ચુચુલ ઘાટી પાસે આહીર ધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી દરેક આહીર સમાજના લોકો આ દિવસને આહીર શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આહીર શૂરવીરતા યાદ કરવા આહીર સમાજ વૈચારિક ક્રાંતિ"ગ્રુપ ગીર સોમનાથ દ્વારા ઉના ખાતે આહીર શૌર્ય દિનની ઉજવણી કરી આહીર વીર શાહિદને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગીર વતી મીણબત્તી પ્રગટાવી વીરોને યાદ કરી બે મિનિટના મૌન સાથે શહીદોને સન્માન આપ્યું.


Advertisement
Advertisement
Advertisement