કોડીનાર ન.પા. દ્વારા અનુરાગ સોસાયટી સહિતના વિસ્તારની સફાઇ કરાઇ

20 November 2023 11:49 AM
Veraval
  • કોડીનાર ન.પા. દ્વારા અનુરાગ સોસાયટી સહિતના વિસ્તારની સફાઇ કરાઇ
  • કોડીનાર ન.પા. દ્વારા અનુરાગ સોસાયટી સહિતના વિસ્તારની સફાઇ કરાઇ

સ્વચ્છતા હિ સેવા સફાઇ અભિયાન રાજ્યભરમાં ચાલી રહ્યુ છે. ત્યારે ગીર-સોમનાથમાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ જગ્યાઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી. રાઠોડના દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ અંતર્ગતશહેરના વિવિધ વિસ્તારની સાફ-સફાઈ કરાવવામાં આવી રહી છે. સ્વચ્છતા હિ સેવા સફાઇ અભિયાન હેઠળ, કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરની અનુરાગ સોસાયટી તુલસી વિવાહના મેદાનમાથી કાગળો પ્લાસ્ટિક, ઝબલા, ઘાસ સહિતનો કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. તેમજ નગરપાલીકા દ્વારા કચરાના ઢગલાઓ ભરીને કમ્પોસ્ટ યાર્ડમાં નિકાલ કરવામાં આવ્યો હતો.આ સ્વચ્છતા ઝૂંબેશ કોડીનાર નગરપાલીકાના સાફ-સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)


Advertisement
Advertisement
Advertisement