ગોંડલ,તા.20
ગોંડલ ખાતે પૂ. જલારામબાપા ની 224 મી જન્મ જયંતિ નિમિતે લોહાણા મહાજન દ્વારા સર્વ જ્ઞાતિય મહા રકતદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેને ગોંડલના રામજી મંદિર ના મહત જયરામ દાસજી મહારાજ ના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લી મુકવામાં આવ્યો હતો. અને પ્રથમ રક્તદાતા નું સિર્ટી ફિકેટ આપી સન્માન કરવા માં આવ્યું હતું આ પ્રશંગે ગોંડલ લોહાણા મહાજન ના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, પ્રકાશભાઈ ઠકરાર, જયેશભાઇ ભોજાણી, સુનિલભાઈ ગઢીયા, અલ્પેશભાઈ જીવરાજની, અનિલભાઇ ગાદેશા, વૈભવ ગણાત્રા, તેજસ અઢિયા, વિક્રમ તન્ના, મોહિત રાજાણી, મીલન ગઢીયા, પંકજ રાયચુરા, સહિતના રઘુવંશી સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.