સાળંગપુર: 48 ઋષિકુમારોએ સંતોના આર્શીવાદ મેળવ્યા

20 November 2023 11:57 AM
Botad
  • સાળંગપુર: 48 ઋષિકુમારોએ સંતોના આર્શીવાદ મેળવ્યા
  • સાળંગપુર: 48 ઋષિકુમારોએ સંતોના આર્શીવાદ મેળવ્યા

સાળંગપુર,તા.20

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાંપ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં મણિપુર 48 ઋષિકુમારોને દાદાના દર્શન કરાવ્યા હતાં. સભા મંડપમાં સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરાવ્યા. એ પછી ઋષિકુમારોએ પ્રસાદ લીધો હતો.

આ પછી તમામ ઋષિ કુમારોને હનુમાન વાટિકા પ્રદર્શન જોવા માટે લઈ ગયા હતાં. જેમાં અલગ-અલગ પ્રકારના શો તેમને નીહાળ્યા હતા. ત્યાર બાદ તેમને મેળામાં પણ લઈ જવામાં આવ્યા હતાં. આ પછી ફરી સભામંડપમાં તેમને કથા શ્રવણ માટે લાવવામાં આવ્યા હતાં.તેમજ બીજા દિવસે ઋષિકુમારોને ગઢડા દર્શન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.(તસ્વીર: પ્રભાકર મોદી (ગઢડા સ્વામીના)


Advertisement
Advertisement
Advertisement