અમદાવાદ,તા.20
ગઈકાલે અમદાવાદમાં આઈસીસી વર્લ્ડકપના ફાઈનલ જંગમાં સુરક્ષા ચુક બહાર આવી હતી. ભારતીય સ્ટાર વિરાટ કોહલીનો એક પ્રસંશક ઓસ્ટ્રેલીયા સામેની વિશ્ર્વ કપ ફાઈનલ દરમ્યાન સુરક્ષાનો ઘેરો તોડીને ઘુસી ગયો હતો તે ફીલીસ્તીનનો સમર્થક હતો અને મેદાનમાં જઈને વિરાટને ગળે લગાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના ડ્રીંક પહેલા બની હતી. સુરક્ષા કર્મીઓએ આ વ્યકિતને પકડી લીધો હતો. તેનું નામ વેન જોનસન છે અને તે ચીની ફીલીપીનો મૂળનો ઓસ્ટ્રેલીયન છે તેની ધરપકડ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.
જોનસને ચહેરા પર ફીલીસ્તીનના ઝંડાનાં ડીઝાઈનવાળો માસ્ક પહેર્યો હતો અને ટીશર્ટની બન્ને બાજુ તેના સમર્થનમાં સ્લોગન લખ્યા હતા. ટીશર્ટની આગળ ‘ફીલીસ્તીન પર બોમ્બમારો બંધ કરો અને પાછળ ફીલીસ્તીનને બચાવોના’ સ્લોગન લખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આઈસીસી પોતાના આયોજન દરમ્યાન કોઈપણ રાજનીતિક નારાજીબાજીની મંજુરી નથી આપતુ અને ભારતમાં પણ તેની મંજુરી નથી.