બોટાદ, તા. 20
બોટાદમાં જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે એક અજાણી સગીરા બોટાદ એસ ટી ડેપો માં બેઠી છે મૂંઝાયેલી છે તેને ક્યાં જવું છે પૂછતા છતાં તે કંઈ જણાવતી નથી અને સગીરા ચિંતામાં છે અને અહીં એસ.ટી ડેપોમાં સગીરા સેફ જણાતી નથી તેથી 181 વાનની મદદની જરૂર છે.
181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ટીમ સમયાંતરે જ ઘટના સ્થળે અજાણી સગીરાની મદદ માટે પહોંચી ગઈ હતી. ત્યારબાદ 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર પરમાર જલ્પા, કોન્સ્ટેબલ માયાબેન પાયલોટ જમોડ હરેશભાઇએ સગીરા સાથે વાતચીત સાત્વના આપી અને ક્યાંથી આવી છે તે અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે નસવાડી ગામના છે અને અહીં મજૂરી કામ માટે આવેલ છે અને યુવતી ને તેના માતા પિતા અવાર નવાર કામ બાબતે માનસિક ત્રાસ આપતા હોય અને સારી રીતે રાખતા નથી.યુવતી ના માતા પિતા સગીરાના જબરજસ્તી લગ્ન કરાવી દેવાની વાત કરતા હોય હાલ યુવતી લગ્ન કરવા માગતી ન હોય તેથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ અને રિક્ષામાં બેસી એકલી બોટાદ જઝ ઉઊઙઘ માં આવી ગયેલ.
બોટાદમા અજાણ વિસ્તાર માં આવી ગયેલ હોય તેથી ગભરાય ગઈ હતી જેથી બસ સ્ટેશનમાં બેસી રહી હતી.યુવતી પાસે તેના ઘરના સભ્યો ના ફોન નંબર ન હતા સગીરાએ જણાવેલ કે તેઓ જે વાડીમાં મજૂરી કામ કરે છે તે વાડી જોયેલ છે ત્યારબાદ 181ની ટીમ સગીરાના કહેવા મુજબ જ્યાં તે મજુરી કામ કરે છે ત્યાં પહોંચેલ. 181 ની ટીમ દ્વારા આ પરિવારના સભ્યો સાથે વાતચીત કરેલ તેના માતા પિતાએ જણાવેલ કે ઘરેથી બે વાગ્યાના નીકળી ગયેલ છે અને તેઓ યુવતીને બધી જ જગ્યાએ શોધવા નીકળેલ પરંતુ તેની કોઈ જાણ થયેલ નહીં.181 ની ટીમે ના માતા પિતાને સલાહ સુચન આપેલ અને જણાવેલ કે તેની મરજી વિરૂદ્ધ લગ્ન નહીં કરાવે અને સારી રીતે સાચવે. સગીરાના માતા પિતા પોતાની દીકરીને જોઈને અશ્રુભીની આંખે 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ અને યુવતીને સારી રીતે સાચવશે અને તેની મરજી વિરુદ્ધ ક્યાંય લગ્ન નહીં કરાવે તેમ જણાવેલ અને સગીરાને તેના માતા-પિતા સાથે સુખદ સમાધાન કરાવેલ છે અને સગીરાને માતા પિતાને સોંપી એક સરાહનીય કામગીરી કરેલ છે. (તસ્વીર : રીમલ બગડીયા)