જુનાગઢ તા.20 : જુનાગઢના જોષીપરા આદર્શનગર-2 મહા કાળેશ્ર્વર કૃપામાં એકલા રહેતા નિર્મળાબેન મનહરભાઈ જોષી (ઉ.74) એ ગઈકાલે સવારે તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર પંખાના હુંકમાં ફાળીયુ બાંધી ગળે ફાંસો કાઈ લેતા મોત નોંધાતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની જાણ મૃતકના પુત્ર જસ્મીન મનહરભાઈ જોષી (ઉ.44)એ કરી હતી.
યુવાને ગળે ફાંસો ખાઈ લીધો
જુનાગઢના સી ડીવીઝન પોલીસ સ્ટેશન નીચેના હુડકો પોલીસ લાઈન સામે પાઠકનગરમાં રહેતા કાન્તાબેન ડાયાભાઈ મકાભાઈ સોલંકી (ઉ.45)ના પુત્ર રોહન ઉર્ફે કાળીયો ડાયાભાઈ (ઉ.20)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફળીયામાં લીંબડાના ઝાડ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
મહિલાએ એસીડ પી લેતા
માણાવદરના સ્ટેશન પ્લોટમાં રહેતા સેજીબેન સંજાભાઈ કોડીયાતર (ઉ.72) એ કોઈ કારણોસર એસીડ પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.
ગળેફાંસો ખાઈ લીધો
માંગરોળના હુસેનાબાદ વણકરવાસમાં રહેતા મુળજીભાઈ ભાયાભાઈ પરમાર (ઉ.45) એ તેમના ઘરે જાતે ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું. માંગરોળ ઈ.પીએસઆઈ એચ.વી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.
મોબાઈલની ઉઠાંતરી
વલસાડ જીલ્લાના વાપી તાલુકાના ચલા ખાતે ખોજા સોસાયટીની મનીમા સોસાયટીમાં રહેતા રજેશ મહમદઅલી જારીયા (ઉ.42) જુનાગઢ આવેલ હોય જયાં દોલતપરા સકકરબાગના એન્ટ્રી ગેઈટ ખાતેથી કોઈ અજાણ્યો ઈશમ ખીસ્સામાંથી 40 હજારનો મોબાઈલ ચોરી કરીને લઈ ગયાની ફરીયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.