♦ ગૌતમ અદાણીએ એકસ પર પોષ્ટ કરી અને કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના નેતાઓએ મોદી પર અભિનંદન વરસાવી દીધા
નવી દિલ્હી: ભારત હવે ચાર ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બની ગયું હોવાના અહેવાલ પર જબરી દ્વીધા સર્જાઈ છે. એક તરફ અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉપરાંત હવે કેન્દ્રીય મંત્રીઓ તથા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે આ અંગે ખુશી પણ વ્યક્ત કરી પણ સતાવાર રીતે મોદી સરકારે મૌન ધારણ કર્યુ છે કે નાણા મંત્રાલય કે પછી આંકડા વિભાગે તેના પર કોઈ પ્રતિભાવ પણ આપ્યો નથી.
ઉચ્ચ સૂત્રોએ જો કે ઓળખ છતી નહી કરવાની શરતે કહ્યું કે ભારત હજુ ચાર ટ્રીલીયન ડોલર ઈકોનોમી બનાવાથી દુર છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ જે આ પ્રકારના આંકડાઓ શેર કરે છે તેણે પણ હજુ કોઈ સતાવાર જાહેરાત કરી નથી. બીજી તરફ ગૌતમ અદાણીએ એકસ પર એક પોષ્ટ કરીને ભારત હવે ત્રીજી સૌથી મોટી ઈકોનોમી આગામી બે વર્ષમાં બની જશે તેવી આગાહી કરી જાપાન 4.4 ટ્રીલીયન ડોલર અને જર્મની 4.3 ટ્રીલીયન ડોલર ઈકોનોમીને પાછળ રાખશે તેવું જણાવ્યું હતું.
તો જો કે અદાણીના પોષ્ટમાં કયાંય ભારત 4 લાખ કરોડ ડોલર ઈકોનોમી હોવાનો કયાંય ઉલ્લેખ ન હતો પણ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંઘ શેખાવત અને જી.કીશન રેડ્ડીએ તો તેવો ઉલ્લેખ કરી ભારત 4 લાખ કરોડ ડોલર ઈકોનોમી બની ગયાના અભિનંદન પણ આપી દીધા હતા તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કરી નાખ્યા અને પછી તો ભાજપના નેતાઓએ તેને પોષ્ટ-રી-પોષ્ટ કરીને કોઈ ચકાસણી કર્યા વગર જ વખાણ શરૂ કર્યા હતા.