ચોરવાડની મહિલાને સ્ટોક માર્કેટમાં ઉંચા વળતરની લાલચ આપી 10 લાખની ઠગાઈ

20 November 2023 12:21 PM
Junagadh
  • ચોરવાડની મહિલાને સ્ટોક માર્કેટમાં ઉંચા વળતરની લાલચ આપી 10 લાખની ઠગાઈ

ચાર શખ્સો બેંક ખાતામાંથી નાણા જમી ગયા..

જુનાગઢ તા.20 : ચોરવાડ ખાતે રહેતી એક મહિલા સાથે ચાર શખ્સોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરી ઉંચા વળતરની લાલચ આપી અલગ અલગ રીતે રૂા.10.45 લાખ પડાવી વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાનો કીસ્સો ચોરવાડ પોલીસમાં નોંધાયો છે. ચોરવાડ સરકારી દવાખાના પાછળ રહેતા સંગીતાબેન ભરતભાઈ ડાભી (ઉ.43)ને ફોન પર સંપર્ક કરી વિકાસ પટેલના નામે અજીત ઠાકોર, રમેશના નામે ચેલાજી ઠાકોર, અજય ઠાકોર તેમજ અર્જુનસિંહ ચૌહાણ નામના આ ચાર શખ્સોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું કહ્યું હતું. અને રોકાણના બદલામાં ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી વિશ્વાસ અપાવેલ હતો. બાદ મહિલાએ અલગ અલગ સમયે બેંક ખાતામાં આંગડીયા મારફતે રૂપિયા જમા કરાવેલ છતા વળતર નહીં આપી ચારેય શખ્સોએ રૂા.10.45 લાખની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ ચોરવાડ પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement