ગોંડલ,તા.20 : સૌરાષ્ટ્ર નાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડ માં દિવાળી ના રજા બાદ લાભ પાંચમ ના દિવસે વિવિધ જણસી મગફળી, લસણ, સોયાબીન, ડુંગળી, કપાસ, ચણા, અડદ, સહિત ની જણસી ની ભારે આવક થવા પામી હતી. સારા ભાવ મળી રહે તેને લઈને સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટીંગ યાર્ડ માં આવી પોહચે છે
ગોંડલ માર્કેટીંગ યાર્ડ માં મગફળી ની 20 હજાર ગુણી ની આવક જોવા મળી મગફળી ની હરરાજી માં 20 કિલોના ભાવ 900 થી 1400 સુધી ના બોલાયા હતા. ડુંગળી ના 18 હજાર કટ્ટા ની આવક જોવા મળી. હરરાજી માં 20 કિલોના 250/- થી 750/- સુધી ના બોલાયા. કપાસ ની 8 હજાર ભારી ની આવક સાથે 20 કિલોના હરરાજી માં 1000/- થી 1480/- સુધીના જોવા મળ્યા હતા. ગોંડલીયા મરચા ની આવક 3500 ભારી ની આવક સાથે 20 કિલોના હરરાજી માં 1500/- થી 5000/- સુધીના જોવા મળ્યા. હતા.
સોયાબીન ના 6 હજાર કટ્ટા ની આવક સાથે હરરાજી માં 20 કિલોના ભાવ 996/- થી 1031/- સુધીના જોવા મળ્યા. લસણ ના 10 હજાર કટ્ટા ની આવક સાથે હરરાજી માં 20 કિલોના ભાવ 1500/- થી 3000/- સુધી ના બોલાયા હતા. દિવાળી ના રજા બાદ આજથી યાર્ડ ધમધમતું જોવા મળ્યું હતું.