ધોરાજી, તા.20 : ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ દ્વારા વર્લ્ડ કપના ફાઇનલ માટે બાવલા ચોકમાં મોટી સ્ક્રીન મુકવામાં આવી હતી. ફાઇનલ ક્રિકેટ મેચને નિહાળવા માટે વિશાળ સંખ્યામાં યુવાનો ઉમટી પડયા હતા. આ તકે હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકીશન માવાણી અને ટીમે તમામ લોકોને આવકાર્યા હતા.
વિશ્વ કપને લઇને સમગ્ર વિશ્વમાં ઉત્તેજના ફેલાયેલી હતી. જેને લઇને ધોરાજીની સેવાભાવી સંસ્થા હિન્દુ યુવક સંઘ દ્વારા ધોરાજીના બાવલા ચોક ખાતે વર્લ્ડ કપ મેચનું લાઇવ પ્રસારણ મોટી સ્ક્રીનમાં લોકો જોઇ શકે તે માટે કરવામાં આવેલ હતું જેને નિહાળવા માટે મોટી જનમેદની ઉમટી પડેલ છે. હિન્દુ યુવક સંઘના સેવાભાવી યુવાનોએ મેચ જોવા આવેલા તમામ લોકો માટે ચા-પાણીની સુવિધાઓ પણ રાખવામાં આવેલ.
આ કાર્યને સફળ બનાવવા હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકીશન માવાણી, બ્રીજેશ વાગડીયા, જય ઠેસીયા, જેમીશ ગજેરા, આદિત્ય માવાણી, કાવ્ય રાખોલીયા, આકાશ સોજીત્રા, ઉમંગ રાખોલીયા, શ્યામ રાખોલીયા, જય ટોપીયા, લલીત માવાણી, આશીષ જાગાણી સહિતના યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી.