ધોરાજી તા.20 : ધોરાજીમાં યુવાને આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ઝેરી પ્રવાહી પીને આત્મહત્યા કરી લીધાનો બનાવ બનેલ છે. જેના કારણે ત્રણ નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ધોરાજીના કૈલાશનગરની બાજુમાં આવેલ નાભીરાજ સોસાયટીમાં રહેતા યુવાન રમેશભાઈ કેશુભાઈ પરમાર (ઉ.33) ઝેરી પ્રવાહી પી જતા ધોરાજી સરકારી દવાખાને સારવારમાં આવતા મરણ ગયેલ. આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ મરણ જનારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને પરીવારનું ભરણ પોષણ ન થતુ હોવાથી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળેલ છે. આ અંગે બીટ જમાદાર ભીમજીભાઈ ગંભીર તપાસ ચલાવી રહેલ છે.