ધોરાજી તા.20 : ધોરાજી તાલુકાના સુપેડી ગામની સીમમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર દુદાભાઈ રામજીભાઈ સગારકા (ઉ.66)ને પોલીસે દબોચી લઈ ગાંજાના લીલા છોડ તેમજ મોબાઈલ સહિત રૂા.56200નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાંચના પો.ઈન્સ. બી.સી. મિયાત્રા તેમના પોલીસ સ્ટાફ સાથે ધોરાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અમીતભાઈ કનેરીયા પો.કો. કાળુભાઈ ધાધલ તથા અમીતદાન સુરૂને મળેલ બાતમીના આધારે પોલીસ ઈન્સ. વી.વી. ઓડેદરાએ પોલીસ કાફલા સાથે સુપેડી ગામે દોડી જઈ આ દરોડો પાડયો હતો. જેમાં આરોપી દુદાભાઈ રામજીભાઈ સગારકાએ વાવવા રાખેલ વાડીમાંથી માદક પદાર્થ ગાંજાના છોડનો વાવેતરનો જથ્થો 5.570 કીલોગ્રામ (કિ.55700)ને ઝડપી લઈ આરોપી દુદાભાઈ રામજીભાઈ સગારકા નામના શખ્સને દબોચી લઈ રૂા.55700ના ગાંજાના લીલા છોડ 5570 કિલોગ્રામ તેમજ મોબાઈલ મળી કુલ રૂા.56200નો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.