ભાવનગર,તા.20
ભાવનગરમાંથી પોલીસે ચોરાઉ બાઈક સાથે એક સગીર ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રહેતો એક સગીર અગાઉ ચોરાઉ બાઇકના ગુનામાં સંડોવાયેલ હોય જે બ્લુ હિલ હોટલ પાસે ઉભો હોવાની બાતમી રાહે એલ.સી.બી.એ તપાસ કરતા બ્લુ હિલ હોટલ સામે મામાન ઓટલા પાસે બાઇક સાથે ઉભેલ એક સગીરને બાઇક વિશે પૂછતાછ કરતા બાઇક નં. GJ 04 BS 6259 ચોરી કરેલ હોવાનું જણાવતા સગીરને બાઇક કિ.રૂા. 20,000 સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.