માધવપુર(ઘેડ)માં જલારામ જયંતી નિમિત્તે સેવા કાર્યો યોજાયા

20 November 2023 12:38 PM
Porbandar
  • માધવપુર(ઘેડ)માં જલારામ જયંતી નિમિત્તે સેવા કાર્યો યોજાયા

માધવપુર(ઘેડ)માં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની રર4મી જન્મ જયંતી ધર્મોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી . માધવ ચોકમાં માનવતા પરિવાર દ્વારા ગરીબોને અનાજની કીટ તથા બાળકોને જલારામ બાપાની તસ્વીર તથા ધુન સોનપાપડીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. લંડન (યુકે)ના પરિવારે ઉપરોકત સેવાકાર્યનો લાભ લીધો હતો. (તસ્વીર : કેશુભાઇ માવદીયા-માધવપુર(ઘેડ)


Advertisement
Advertisement
Advertisement