(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.20 : સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે ચોકમાં દુકાન પાસે કચરો ભેગો કરવા બાબતે બોલો ચાલી થતા એક શખ્સ હિતેશભાઈ ઉપર લાકડી વડે હુમલો કરતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી યુ શાહ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ત્યારે હાજર તબીબી દ્વારા સારવાર આપી હતી ત્યારે હિતેશભાઈ ને ઇજાઓ થતા તેમના પત્ની દ્વારા ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે આવીને ત્રણ શખ્સો રાયમલભાઈ આંબાભાઈ ભરવાડ,કાનાભાઇ આંબાભાઈ ભરવાડ, આંબાભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.