સીટી પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી લીધો

20 November 2023 01:28 PM
Surendaranagar
  • સીટી પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી લીધો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.20 : જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડ્યાએ જિલ્લામાં વિવિધ પ્રકાર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અપાઇ હતી. જે માટે પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ટીમો બનાવીને અલગઅલગ ગુનામાં ફરાર આરોપીઓને પકડવા ઝૂંબેશ હાથ ધરાઇ હતી ત્યારે પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના ઉપયોગથી ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના લુટના ગુનામાં છેલ્લા એકાદ 1 વર્ષથી ફરાર આરોપી સોહીલ અબ્બાસભાઈ રે સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર એક માંથી પોતાના ઘરેથી પકડી પાડ્યો હતો. આરોપીની પૂછરપરછ કરતા તે અગાઉ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇલ ગુનામાં સામેલ હોવાનું ખૂલ્યું હતું.પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીની ધરપકડ કરી ધ્રાંગધ્રા સીટી પોલીસને સોપવામાં આવ્ય હતો ત્યારે વધુ તપાસ ધાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે.


Advertisement
Advertisement
Advertisement