(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.20 : સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે ખાંભડીયા દાદાનો નવરંગો માંડવાનું આયોજન કરાયું જેમાં ખાંભળીયા દાદાનો નવરંગો માંડવો, રાંદલ હવન યજ્ઞ ગણેશ સ્થાપના સહીતનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભાવિ ભક્તો મોટી સંખ્યા ખાંભડીયા દાદાના આશીર્વાદ લઈને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્યારે ગામ લોકો ભાઈઓ-બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સિંધવ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી જેમાં રાત્રિના સમયે નામી કલાકારો એ ડાક ડમરૂનો પ્રોગ્રામમાં રમઝટ બોલાવી હતી.