હળવદના કોયબા પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

20 November 2023 01:33 PM
Morbi
  • હળવદના કોયબા પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.20

હળવદ તાલુકામાં આવતા કોઇબા ગામથી ઢવાણા તરફ જવાના રસ્તે પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ કેનાલમાંથી તેના ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની નોંધ કરીને હળવદ પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ હળવદ જીઆઇડીસીની પાછળના ભાગમાં રહેતા અજીતભાઈ ઉર્ફે અજો દેવશીભાઈ સીરોયા જાતે કોળી (20) પોતાના ઘરેથી ટ્રકમાં જવાનું કહીને તા 14/11 ના રોજ નીકળ્યો હતો ત્યારબાદ તા 19/11 ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં કોઈબા ગામ પાસે પાણીમાં ડૂબેલી હાલતમાં તેની ડેડબોડી મળી આવી હતી જેથી કરીને આ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતાઅને આ અંગેની મૃતકના ભાઈ અશોકભાઈ દેવશીભાઈ શિરોયા જાતે કોળી (23) રહે. જીઆઇડીસી પાછળ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પીધી
મૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ટીંબાવાડી પાસે જયંતીભાઈની વાડીએ રહેતા રીંકુબેન ચંદુભાઈ તળવી (20) નામની યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિ.કે. ચાવડા ચલાવી રહ્યા છે


Advertisement
Advertisement
Advertisement