મોરબીના લજાઇ નજીક કાર-બાઈક અકસ્માતમાં બે યુવાનોને ઇજા

20 November 2023 01:41 PM
Morbi
  • મોરબીના લજાઇ નજીક કાર-બાઈક અકસ્માતમાં બે યુવાનોને ઇજા

(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા.20

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા લજાઈ ગામે લજાઇ ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બે યુવાનોને ઈજા થતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે લજાઇ ચોકડી પાસે કાર ચાલકે બાઈક હડફેટે લેતા બાઈકમાં ડબલ સવારીમાં જઈ રહેલા કાર્તિક જગદીશ ડેડાણીયા (ઉમર 19) અને ભાવિન પ્રવીણભાઈ ગોસ્વામી (ઉંમર 26) રહે.બંને મહેન્દ્રનગર તા.જી.મોરબી વાળાઓને ઇજાઓ થતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ ટંકારા પોલીસ મથકની હદમાં બનેલ હોય ટંકારા પોલીસ મથકે જાણ કરાઈ હતી.

ફીનાઇલ પી જતા સારવારમાં
મોરબીના સામાકાંઠે યોગીનગર વિસ્તારમાં રહેતા રણજીતસિંહ બળવંતસિંહ વાઘેલા નામના 45 વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ માતૃકૃપા ઓફિસ ખાતે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.જયાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આ બાબતે કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી હતી.

દેવળીયા પાસે વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના બગથળા ગામ પાસે આવેલા કાંતિપુર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો દિનેશ રામસિંગ નાયક નામનો 30 વર્ષનો યુવાન હળવદના દેવળીયા ગામ તરફ ગયો હતો ત્યાં દેવડીયા ચોકડી નજીક વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

દવા પી જતા સારવારમાં
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર-7 માં રહેતો સચિન સંતોષભાઈ ચૌહાણ નામનો 20 વર્ષનો યુવાન કોઈ ડિપ્રેશનના લીધે દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો તેમ સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે હાલ આ બનાવ અંગે પોલીસ સ્ટેશનના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.


Advertisement
Advertisement
Advertisement