(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા. 20
મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાંથી સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર કાચા રસ્તેથી પસાર થતાં શખ્સની પાસે હથિયાર હોવાની ચોક્કસ હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં પહોંચીને શંકાસ્પદ હાલતમાં મળી આવેલા શખ્સને ચેક કરતાં તેની પાસેથી જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2000 ની કિંમતનું હથિયાર કબજે કરીને આર્મ્સ એક્ટ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે મોરબી તાલુકો પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને તેઓની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હરેશભાઈ આગલ અને દિવ્યરાજસિંહ જાડેજાને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી આધારે મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાંથી ફલકું નદી પાસેથી સનાળા તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી એક જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2000 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી શકુરભાઈ જલાબદિન કાજડીયા (25) રહે. કાજરડા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે
છરી વડે જાતે ઇજા કરી
મોરબીમાં રહેતો કિશન ઉર્ફે જીનાદ (24) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રખડતું ભટકતું જીવન જીવતા યુવાને કોઈપણ કારણોસર પોતાની જાતે પોતાના શરીર ઉપર છરી વડે ઇજા કરી લીધી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
સેમ્પુ પી ગઈ
મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતી પૂર્વાબેન સંજયભાઈ બરાસરા (15) નામની સગીરા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે શેમ્પૂ પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.