યાત્રાધામ વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 224મી જન્મ જયંતી ભાવભેર ઉજવણી

20 November 2023 02:02 PM
Dhoraji Dharmik Rajkot
  • યાત્રાધામ વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 224મી જન્મ જયંતી ભાવભેર ઉજવણી
  • યાત્રાધામ વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 224મી જન્મ જયંતી ભાવભેર ઉજવણી
  • યાત્રાધામ વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 224મી જન્મ જયંતી ભાવભેર ઉજવણી
  • યાત્રાધામ વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 224મી જન્મ જયંતી ભાવભેર ઉજવણી

♦ ઠેર ઠેર માનવ સેવાના કેન્દ્રો, ઘેરઘેર રંગોળીઓ તેમજ વીરપુરના મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય બાપાના ફલોટ્સ તૈયાર કરાયા.

♦ વહેલી સવારે જગ્યાના ગાદીપતિ પૂજ્ય રધુરામબાપા પરિવારજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની સમાધીનું પૂજન કરાયું.

(મનીષ ચાંદ્રાણી)
વીરપુર (જલારામ), તા.20
ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવાઇ પૂજ્ય બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડયા હતા.

પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂરદૂર થી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા 14 વર્ષથી અવિરતપણે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકો તેમજ સાયકલ યાત્રા સંઘ આજે આવી પહોંચ્યો હતો.

સુરતના ગભેણી ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર બેસીને જલારામ બાપાની ધૂન બોલીને આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે 500 થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા તેમજ સાયકલ યાત્રિકો સંઘ લઈને દિવાળી પહેલા સુરત ગભેણીથી નીકળ્યા હતા.

વીરપુરમાં જાણે આજે દિવાળી હોય તેમ ઘેર ઘેર રંગોળીઓ તેમજ મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય જલારામ બાપાની જીવન ઝાંખી દર્શાવતા વિવિધ ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા ભાવિકો માટે મફત ઠંડા પીણાં,શરબત,છાશ તેમજ ચા નાસ્તા સહીતના સ્ટોલો ઠેરઠેર કરવામાં આવ્યા છે.

પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મ જયંતીએ વહેલી સવારે જલાબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની સમાધિનું પૂજન કરવામાં આવ્યું.

ત્યાર બાદ શ્રી જલારામ બાપાની આરતી કરવામાં આવેલ,પૂજ્ય બાપાની 224મી જયંતિ ને લઈને વીરપુરવાસીઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો દેશ વિદેશ માંથી આવતા લાખો ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શન કરીને પ્રસાદ લઈ ને ધન્યતા અનુભવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement