નવી દિલ્હી,તા.20
એરપોર્ટથી જો આપ સફર કરતા હો છો તો આપે આપના મોબાઈલ, આઈપેડ અને લેપટોપનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આવા સામાન એરપોર્ટમાંથી ચોરી નથી થઈ રહ્યા, બલકે મોટી સંખ્યામાં ભુલકણા યાત્રીઓ ભુલી રહ્યા છે.
સીઆઈએસએફ તરફથી આ વર્ષના પ્રારંભીક મહિનામાં 54 કરોડ રૂપિયાનો સામાન બિનવારસી હાલતમાં એરપોર્ટથી જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં સૌથી વધુ લેપટોપ, મોબાઈલ અને આઈપેડ છે. આમાંથી લગભગ 9 કરોડ રૂપિયાનો સામાન સીઆઈએસએફ યાત્રીઓને પાછો અપાવ્યો છે.
દેશભરમાં 67 એરપોર્ટ પર સીઆઈએસએફ સુરક્ષા ઉપલબ્ધ કરાવી રહી છે, જયાં દર વર્ષે લગભગ 33 કરોડથી વધુ લોકો યાત્રા કરે છે. સીઆઈએસએફથી મળેલા આંકડા બતાવે છે કે વર્ષ 2022માં જયાં દર મહિને સરેરાશ પાંચ કરોડ રૂપિયાનો સામાન યાત્રી એરપોર્ટ પર ભુખ્યા હતા.
ત્યારે વર્ષ 2023માં સરેરાશ 6 કરોડ રૂપિયાનો સામાન જુદા જુદા એરપોર્ટ પર યાત્રી ભુલી રહ્યા છે. એકલા દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર દર મહિને યાત્રીઓ એક કરોડનો સામાન ભુલી જાય છે.
66 કરોડનું સોનુ જપ્ત થયું: સીઆઈએસએફે વર્ષ 2023માં 111 કિલો સોનુ વિભિન્ન એરપોર્ટ પરથી જપ્ત કર્યું હતું, જેની કિંમત લગભગ 66 કરોડ રૂપિયા છે. સાથે સાથે 5 કરોડ રૂપિયાના માદક પદાર્થ પણ પકડયા છે.