મુંબઇ: ફરાહ ખાન નિર્દેશિત ‘મૈં હુંના’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘હેપ્પી ન્યુ યર’ ફિલ્મમાં શાહરુખ ખાને કામ કર્યું છે. હવે મશહુર કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાને એક મુલાકાતમાં કોમેડિયન ભારતીસિંહ અને હર્ષ લિંબાચિયાને શાહરૂખ વિષે રસપ્રદ માહિતી આપી હતી.
હર્ષે જ્યારે ફરાહને સવાલ કર્યો કે શું ચીજ છે, આખરે શાહરુખ આજે પણ પરદા પર શાનદાર દેખાય છે? જેના જવાબમાં ફરાહ ખાને કહ્યું હતું, શાહરુખને ઇન્ડસ્ટ્રીમાં લગભગ 32 વર્ષ થઇ ગયા છે તેમ છતાં શાહરુખ ગીતનું રિહર્સલ કરવા માંગતો હતો.
શાહરુખે કહ્યું હતું કે, હું વિચારું છું કે જો હું રિહર્સલ કરી લઇશ તો બહેતરીન ડાન્સ કરી શકીશ. ફરાહે આગળ જણાવ્યું ફિલ્મ ‘મૈં હું ના’માં અમે ઇચ્છતા કે શાહરુખ શર્ટ વિના પર્દા પર જોવા મળે પણ તે સમયે તે પોતાની બોડી પર કામ નહોતો કરી શકતો હતો, કારણ કે તેની પીઠમાં ઇજા થઇ હતી, જેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.
બાદમાં તેમનો ‘ઓમ શાંતિ ઓમ’ના ગીતમાં ‘દર્દ એ ડિસ્કો’માં શર્ટ પહેર્યા વગર ડાન્સ કર્યો હતો. ખરેખર તો શાહરુખે મને વચન આપ્યું હતું કે તે પહેલીવાર માત્ર મારી ફિલ્મમાં શર્ટ પહેર્યા વિના દેખાશે. આ રીતે તેણે પોતાનો વાયદો પૂરો કર્યો હતો. આ ગીત માટે તેણે બે દિવસ સુધી પાણી પણ નહોતું પીધું, કારણ કે પરદા પર તેના પરફેક્ટ એબ્સ દેખાવા જરૂરી હતાં.