અમદાવાદ: ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલા 50 ઓવર ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલ સમયે ટીમ ઈન્ડીયાના સ્ટાર બેટસમેન વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને કે.એલ.રાહુલના પત્ની આથિયા પણ મોજૂદ હતા તેમના પર જે રીતે કેમેરો ફરતો હતો તેનાથી હિન્દી કોમેન્ટ્રી બોકસમાં બેસેલા પુર્વ ક્રિકેટર હરભજનસિંઘ અકળાઈ ઉઠયો હોવાનું જણાવ્યું હતું.
તેણે અનુષ્કા-આથિયાને માટે ભદ્દી કોમેન્ટ કરતા સોશ્યલ મીડીયા પર તેની ભારે ટીકા થઈ રહી છે. હરભજને કહ્યું કે ઔર યે મૈ સોચ રહા હું કી બાત ક્રિકેટ કી હો રહી હૈ યા ફિલ્મો કી, કયોકી ક્રિકેટ કી બાતો મે તો જાનતા નહી કિતની સમજ હોગી...
તેનો ઈશારો અનુષ્કા અને આથિયા ભણી હતો તેની આ કોમેન્ટથી સોશ્યલ મીડીયામાં વાઈરલ થઈ હતી તથા તેને જવાબ મળ્યો કે અનુષ્કા એ ટીમ ઈન્ડીયાના સ્ટાર બેટસમેન વિરાટના પત્ની છે અને આથિયાએ રાહુલના જીવનસાથી છે તે રીતે તેઓ હાજર છે. ફિલ્મી સેલીબ્રીટી તો પછી છેક જયારે કરોડો લોકો મેચ જોતા હોય તો આવી કોમેન્ટ બકવાસ છે.