નવી દિલ્હી: ગઈકાલે ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડીયાના પરાજય પર 2011નો વિજેતા ટીમના હીરો યુવરાજસિંહે સમગ્ર સ્પર્ધામાં ટીમે જે દેખાવ કર્યો તેને યાદ અપાવતા કહ્યું કે ટીમે જુસ્સો ગુમાવવાનો નથી.
કદાચ આખરી પરિણામ આપણી તરફેણમાં ના હોય તો પણ તમામે દેશને ગૌરવની ક્ષણો આપી છે. રોહીતે ટીમનું જબરજસ્ત નેતૃત્વ કર્યુ અને સમગ્ર સ્પર્ધા કિંગ કોહલીના નામે થઈ ગઈ હતી.