ગઈકાલે રમાયેલા ક્રિકેટ વર્લ્ડકપમાં એક તરફ સ્ટેડીયમ તો હાઉસફુલ થયા હતા તથા રવિવારે માર્ગો પર પણ ઓછા લોકો નજરે ચડતા હતા તો ડીજીટલ પ્લેટફોર્મ ડીઝની હોટસ્ટાર પર પણ ફાઈનલ મેચ 5.90 કરોડ લોકોએ નિહાળ્યો તે એક રેકોર્ડ થયો હતો.
અગાઉ ભારત-ન્યુઝીલેન્ડ મેચ 5.30 કરોડ લોકોએ નિહાળ્યો હતો તે રેકોર્ડ પણ તૂટી ગયો હતો. આ પ્લેટફોર્મ પર સમગ્ર સ્પર્ધા ફ્રીમાં ઉપલબ્ધ હતી જેનો મોબાઈલ ધારકોએ ભરપુર લાભ ઉઠાવ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકાના મેચમાં 4.40 કરોડ લોકોએ આ પ્લેટફોર્મ પર મેચ નિહાળ્યો હતો.