જયપુર,તા.20
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી સમયે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે તે સમયે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જે પેટ્રોલ-ડીઝલના દાવનો માસ્ટરસ્ટ્રોક માર્યો તે પછી મુખ્યમંત્રી અશોક ગેહલોટ માટે રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવનો બચાવ કરવો મુશ્કેલ થઈ ગયો છે.
મોદીએ ગત સપ્તાહમાં એક જાહેરસભામાં કહ્યું હતું કે, જો રાજયમાં ભાજપની સરકાર સતા પર આવશે તો પેટ્રોલના ભાવની સમીક્ષા કરશે. જો કે વડાપ્રધાને ચુંટણી આચારસંહિતાનો ભંગ ટાળવા માટે ભાવ ઘટાડશે તેવું કહ્યું નથી પણ આડકતરી રીતે ભાવ સમીક્ષા કરશે તેમ કહીને મતદારોને લુભાવવા પ્રયત્ન કર્યા હતા.
હવે ગેહલોટે આજે એક પત્રકાર પરિષદમાં પેટ્રોલ-ડિઝલ મોંઘા છે તે માટે કેન્દ્રની ઉંચી એકસાઈઝને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે વડાપ્રધાન ખોટુ બોલી રહ્યા છે ખરેખર ખેલ ભારત સરકાર નાંખી રહી છે.
કેન્દ્રનો ખજાનો ભરાઈ છે નહી કે રાજસ્થાન સરકારનો. જો કે વડાપ્રધાનના આ વિધાનો મતદારોમાં કેટલી અસર કરશે તે પણ પ્રશ્ન છે.