નવી દિલ્હી,તા.20
ગઈકાલે ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલ એક તબકકા સુધી રોમાંચક બની રહે તેવી શકયતા હતી. ખાસ કરીને લોસ્કોરીંગ બાદ પણ ભારતે જે રીતે ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ખેડવી પછી ગેમ ગમે તેમ બાજુ જઈ શકે તેમ હતી અને તેમાં ડીનર સમયે ઝોમેટો અને સ્વીગી સહિતની ફુટ ડીલીવરી કંપની પર ઓર્ડરનો વરસાદ હતો અને મોટા અનેક રેસ્ટોરાએ પણ પબ અને તેના બારમાં મેચ લાઈવ પ્રસારણ કરતા ત્યાં પણ બિઝનેસ વધી ગયો હતો.
એટલું જ નહી લોકોએ વર્લ્ડકપનો રોમાંચ માણવા કોલાથી લઈ ચીપ્સ અને બિયર ઉપરાંત ઈન્સ્ટન્ટ ફુડના ઓર્ડર અગાઉથી જ આપી દીધા હતા.