યમનના હુતી વિદ્રોહીઓએ ભારત આવતુ જહાજ હાઈજેક કર્યું

20 November 2023 02:40 PM
India World
  • યમનના હુતી વિદ્રોહીઓએ ભારત આવતુ જહાજ હાઈજેક કર્યું

રેડ સી માં ઘટના: કેટલાક ભારતીય નાવીકો હોવાની પણ આશંકા

લંડન,તા.20
એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જબરો સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેમાં યમન સ્થિત ભૂતી વિદ્રોહી ઓ દ્વારા ઈઝરાયેલ સામે હમાસને ટેકો આપીને રોકેટ તેમજ મિસાઈલ પણ ઈઝરાયેલ પર છોડવામાં આવી રહ્યા છે તે સમયે રેડ સી તરીકે ઓળખાતા સમુદ્રમાં આ ભૂતી વિદ્રોહીઓએ એક ઈઝરાયેલનું જહાજનું પણ અપહરણ કર્યુ છે અને તેમાં ભારતીયો પણ હોવાનું બહાર આવ્યું છે.

રોઈટર સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ જો કે ઈઝરાયેલે આ જહાજ તેમનું નહી હોવાનું જાહેર કર્યુ છે અને તે બ્રિટીશ કંપનીનું તથા જાપાન દ્વારા સંચાલીત જહાજ હોવાનું બહાર આવ્યું છે જેમાં ચાલકદળના સભ્યોમાં કેટલાક ભારતીયો હોવાનું ખુલ્યું છે. આ જહાજ ભારત આવી રહ્યું હતું અને તેમાં આવશ્યક ખાદ્ય સામગ્રી હોવાનું પણ ખુલ્યુ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement