જયપુર, તા.20
રાજસ્થાનમાં તા.23ના રોજ યોજાનારા વિધાનસભા ચૂંટણીના મતદાન પૂર્વે હવે આજે રાજકીય નેતાઓનો જબરો જમાવડો થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે ઉપરાંત યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હેમત બિશ્વા, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ભુપેન્દ્ર યાદવ, શ્રુતિ ઇરાની પણ મેદાનમાં છે તો સચિન પાયલોટે પણ હવે આખરી ઘડીના પ્રચારમાં તમામ તાકાત લગાવી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરથી સીધા રાજસ્થાનના પાલ્લી પહોંચી ગયા હતા અને તેઓ હનુમાનગઢ, પીલ્લીબંગામાં જનસભા સંબોધશે અને સાંજે બિકાંનેરમાં રોડ શો કરશે. પ્રિયંકા ગાંધી અજમેરમાં રોડ શો કરવાના હતા પરંતુ તે રદ થયો હતો. અને સભા યોજશે.