મુંબઈ,તા.20
રોહિત શર્મા પર આઈસીસીની એક પણ સ્પર્ધા જીતી ન શકવાનો દાગ કાયમ રહ્યો છે અને ગઈકાલે વર્લ્ડકપ ફાઈનલ પણ ટીમે ગુમાવ્યો તે સમયે તેનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે. તેમાં તે એવું કહેતો દર્શાવાયો હતો કે મને અરીસામાં મારો ચહેરો નહી વર્લ્ડકપ જ દેખાય છે.
ટીમ ઈન્ડીયાએ જે રીતે સમગ્ર સ્પર્ધામાં પ્રદર્શન કર્યુ તેથી તે ચેમ્પીયન બનશે તેવી આશા તમામને હતી. એશિયાકપ સમયે તેણે ફટાકડા ફોડતા લોકોને કહ્યું હતું કે રહેને દો, વર્લ્ડકપ કે લીયે બાકી રખો રોહિતે તે સમયે પોતે વર્લ્ડકપ જીતવા માટે કેટલો આતુર છે તે પણ દર્શાવ્યું હતું.