જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલ રવિપાર્કમાં હિન્દી ભાષી સમાજ દ્વારા દર વર્ષે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દી ભાષી સમાજની મહિલાઓ દ્વારા રવિવારે પરંપરાગત રીતે છઠ્ઠ પૂજા કરવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા અને શાસકપક્ષના નેતા આશિષભાઇ જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: હિતેષ મકવાણા)