6 એએસઆઇને પ્રમોશન આપતા એસ.પી.

20 November 2023 03:24 PM
Jamnagar
  • 6 એએસઆઇને પ્રમોશન આપતા એસ.પી.

જામનગર તા.20:

જામનગર જિલ્લા પોલીસ આલમમમાં ફરજ બજાવતા અનાર્મ એ.એસ.આઈ.ની કામગીરીની કદર કરી તેઓને બિનહથિયારી પીએસઆઇ મોડ - 3 તરીકે બઢતી આપવામાં આવી હતી. આ દરમિયાન જામનગર જિલ્લા પોલીસ પ્રેમસુખ ડેલૂ દ્વારા સેરેમની યોજી સન્માન સાથે બઢતી આપવામાં આવી હતી. આ દરમિયાન જામનગર જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પંડયા રાજેન્દ્રકુમાર લાભશંકર સીટી સી પો.સ્ટે., એટેચ રીડર શાખા, જાડેજા જગતસિંહ ગુલાબસિંહ, રાજ્ય આઇ.બી. ખાતે, દવે મીરાબેન વિરલકુમાર, ટ્રાફિક શાખા, મકવાણા પુનિતભાઇ મેપાભાઇ, જામજોધપુર પોલિસ મથક, ગોહેલ વર્ષાબેન લખમણભાઇ, જામજોધપુર પોલીસ મથક, અગ્રાવત જયશ્રીબેન મણીલાલ, ધ્રોલ પોલીસ મથક, ચાવડા રામભાઇ ચનાભાઈ, જામજોધપુર પોલીસ મથક, ભટ્ટ સંજયકુમાર પ્રહલાદભાઈ, અઈઇ પોલીસ મથક અને રમેશભાઈ વાલજીભાઈ રાઠોડ, અઈઇ ને બઢતી આપવામાં આવી હતી.


Advertisement
Advertisement
Advertisement