રાજકોટ,તા.20 : ગોંડલમાં 14 વર્ષની પરપ્રાંતિય સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે સગીરા અને તેનું અપહરણ કરી જનાર યુવકની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સગીરા અને તેનો પરિવાર કડીયાકામની મજુરી કામ કરતો હતો. દરમિયાન સગીરા સાથે જ પરપ્રાંતિય યુવક કામ કરતો હોય તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ઘરકામના ઈરાદે ભગાડી ગયો હતો. સગીરા ગુમ થયાની તેના પરિવારે ગોંડલ સિટી બી.ડિવિઝન પોલીસમાં કરતા પોલીસે આઈપીસી 363,366 મુજબ ગુનો દાખલ કર્યો છે પીઆઈ જે.પી.ગોસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે વધુ તપાસ હાથ ધરી સગીરા અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.