જામનગર તા.20:
જામનગર કલેકટર સરવાણિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યા તેઓ ગ્રામ પંચાયતના રેકર્ડની તપાસણી કરી હતી. કલેકટરના આગમનથી ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહ કાલાવડ તાલુકાના પ્રવાસે હતા. તે દરમ્યાન તેઓ સરવાણિયા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામ પંચાયતનું રેકર્ડની ચકાસણી કરી હતી.અને સંપૂર્ણ દફ્તરની તપાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ખોબા જેવડા સરવાણિયા ગામે કલેકટર બી.એ.શાહની મુલાકાતથી ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.