જામનગર તા.20:
જામનગરમાં જી.જી.હોસ્પિટલ માર્ગ પરથી અડચણરૂપ 6 રેંકડી જપ્ત કરવામાં આવી છે. રેંકડીના કારણે ધન્વંતરીની પાળી પર બેસવાનું બંધ થયાની લોક ફરિયાદના પગલે મહાપાલિકા દ્રારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરમાં જી.જી.હોસ્પિટલ રોડ સતત ટ્રાફીકથી ધમધમતો માર્ગ છે. આ માર્ગ પર હોસ્પિટલની સામે નાસ્તા અને ખાણી-પીણીની દુકાનો આવેલી છે. આમ છતાં દરરોજ સાંજે ખાણીપીણી, ફ્રુટ અને અન્ય ધંધાર્થીઓનો અડીંગો જોવા મળે. છે. ખાસ કરીને ધન્વતંરીની નવીજાળીવાળી પાળી બન્યા બાદ ડીકેવીસર્કલ સુધી રેંકડીઓ અને અન્ય ધંધાર્થીઓનો જમાવડો જોવા મળીરહ્યો છે. આથી લોકોને ધન્વંતરીનીપાળી પર બેસવાનું બંધ થઇ ગયુંછે. કારણ કે, ધન્વંતરીની પાળીપાસે ખાણીપીણીના ધંધાર્થીઓ રેંકડીઓ રાખે છે. આટલું જનહીં બેસવાની પાળી પર તપેલા હિતની વસ્તુઓ રાખે છે. આથીલોકોને ભારે હાલાકી પડી રહી હોવાની ફરિયાદો જોરશોર ઉઠી હતી. જેના પગલે મનપાની એસ્ટેટ શાખાએ આ માર્ગ પરથી ખાણીપીણીની 6 રેંકડીઓ જપ્ત કરી હતી.