અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર: મહોત્સવની કાર્ય યોજનાની રૂપરેખા તૈયાર

20 November 2023 03:49 PM
Dharmik India
  • અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર: મહોત્સવની કાર્ય યોજનાની રૂપરેખા તૈયાર
  • અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર: મહોત્સવની કાર્ય યોજનાની રૂપરેખા તૈયાર

પીએમ મોદીના હસ્તે તા.22 જાન્યુઆરીએ બપોરે 12-20 વાગ્યે થશે પ્રાણ પ્રતિષ્ઠા : મહોત્સવની ચાર ચરણોમાં તૈયારી

અયોધ્યા,તા.20
અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમય જાહેર થઇ ગયો છે. 22 જાન્યુઆરીએ બપોરે 12-20 વાગ્યે અભિજીત મુહુર્ત મૃગષિરા નક્ષત્રમાં બપોરે 12-20 વાગ્યે પીએમ મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દિવસે પૂરા દેશમાં ઉત્સવ અને ઘેર ઘેર અનુષ્ઠાન થાય તેવો માહોલ તૈયાર કરવામાં આવશે.

ચોથા ચરણમાં દેશભરના ભક્તોને રામલલાના દર્શન કરાવવાની યોજના છે. આ ચરણ પ્રજાસત્તાક દિવસથી શરૂ કરીને 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન રાજ્યવાર ચલાવવામાં આવશે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે સાકેત નીલમયમાં રવિવારે સંઘ પરિવારની બેઠક યોજાઇ હતી. તેમાં સમારોહના અભિયાનને ચાર તબકકામાં વહેંચીને તૈયારીને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સમારોહની કાર્ય યોજના માટે રૂપરેખા તૈયાર કરાશે. તેના માટે નાની-નાની સંચાલન સમિતિ બનાવાશે. 10-10 લોકોનું જૂથ 250 જેટલા સ્થળોએ બેઠક કરી સમારોહમાં વધુને વધુ લોકોને જોડવા અપીલ કરશે.

બીજુ જુથ 1 જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં ઘર ઘર સંપર્ક યોજના અંતર્ગત 10 કરોડ પરિવારોમાં પૂજિત અક્ષત, રામલલાના વિગ્રહન ચિત્ર અને એક પત્રક આપવામાં આવશે. લોકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિપોત્સવ ઉજવવા અપીલ કરાશે. ચોથા ચરણમાં દેશભરના લોકોને રામલલાના દર્શન કરાવાશે.

અયોધ્યા એરપોર્ટનું કામ 90 ટકા પુરૂં: આવતા મહિનાથી ફલાઈટ્સ શરૂ થશે
અહીં મર્યાદા પુરૂષોેત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ડિસેમ્બર 2023 થી ફલાઈટ્સ શરૂ કરવાની તૈયારી છે.ટમિનલનું કામ ઝડપથી પુરૂં કરવામાં આવી રહ્યું છે હાલ 90 ટકા કામ પુરૂં થઈ ગયું છે.

અયોધ્યા એરપોર્ટના પ્રોજેકટ ઈન્ચાર્જ રાજીવ કુલશ્રેષ્ઠના જણાવ્યા અનુસાર શુકવારે એરપોર્ટ બાયોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)ના ચેરમેન સુશીલકુમારે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ડીજીસીઓની ટીમ ટુંક સમયમાં એરપોર્ટનું નિરીક્ષણ કરશે.સૂત્રો મુજબ એર લાઈસેંસ કંપનીઓ અહીંથી મુંબઈ, અમદાવાદ, દિલ્હી હૈદરાબાદ, બેંગલુરુ, દિલ્હી માટે ઉડાનો શરૂ કરવા રસ દેખાડયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement