વ્હોટ્સએપ પ્લસ ટેબની ઉપર એક નવું ચેટ આઇકોન પ્રદાન કરવા જઈ રહ્યું છે. અહીંથી યુઝર્સ તમામ પ્રકારની ઓપન અઈં સંચાલિત AI ચેટ્સ એક્સેસ કરી શકશે. હાલમાં, આ અપડેટ કેટલાક Android બીટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.
આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રોલઆઉટ કરી શકે છે. જો કોઈ યુઝર વોટ્સએપના આ નવા ફીચર્સ મેળવવા માંગે છે, તો તેઓ કંપનીના બીટા પ્રોગ્રામ માટે નોંધણી કરાવી શકે છે. બીટા યુઝર્સ અન્ય લોકો પહેલા નવી સુવિધાઓને એક્સેસ કરી શકે છે.
ફોટો-વિડિયો માટે રિમાઇન્ડર સેટ કરી શકાય છે
ગૂગલે AI આધારિત નવી સુવિધાઓ રજૂ કરી છે. Google Photos હવે AIની મદદથી યુઝર્સ માટે ફોટા અને વીડિયો ગોઠવશે. તેમાં ફોટો સ્ટેક ફીચર છે જે લાઇબ્રેરીમાં એક જ જગ્યાએ તમામ સમાન દેખાતા ફોટા રાખશે. આ સિવાય, અન્ય અઈં ફીચર Google Photosમાં બધા સ્ક્રીનશોટ, ફોટા, દસ્તાવેજો વગેરેને અલગથી ફિલ્ટર કરશે અને રાખશે. યુઝર્સ કોઈપણ ફોટો-વિડિયો માટે રિમાઇન્ડર સેટ કરી શકશે. એપ તમને રિમાઇન્ડરની તારીખે એલર્ટ કરશે.
Windows OS Apple ઉપકરણોમાં પણ ચાલશે
માઇક્રોસોફ્ટે એપલ યુઝર્સ માટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરાવી છે. એપલ યુઝર્સ આ એપને ઇન્સ્ટોલ કરીને ડિવાઈસ પર વિન્ડોઝ ઓએસ એક્સેસ કરી શકશે. માઇક્રોસોફ્ટે Windows 365 એપના રિપ્લેસમેન્ટ તરીકે વિન્ડોઝ એપ લોન્ચ કરી છે.
એપલ યુઝર્સ માઈક્રોસોફ્ટની એપ દ્વારા બહુવિધ મોનિટર એક્સેસ કરી શકે છે. એપમાં કસ્ટમ ડિસ્પ્લે રિઝોલ્યુશનનો વિકલ્પ હશે. આની મદદથી ડિવાઇસમાં વેબકેમ, સ્ટોરેજ ડિવાઇસ અને પ્રિન્ટરને પણ એક્સેસ કરી શકાય છે.
વીડિયો એઆઈ દ્વારા બનાવવામાં આવ્યો છે કે નહીં તે જણાવવું પડશે
ન્યુયોર્ક : YouTube AI સંબંધિત સામગ્રી માટે નવા નિયમો લાવી રહ્યું છે. આમાં વિડીયો બનાવનારાઓએ જણાવવું પડશે કે તેણે વીડિયો બનાવવા માટે કઈ AI ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. જો તેઓ આ જાહેર નહીં કરે, તો સજા તરીકે તેમનો વીડિયો પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવશે અથવા સસ્પેન્ડ કરવામાં આવશે. પ્રોડક્ટ મેનેજમેન્ટ ટીમે જણાવ્યું હતું કે અઈં નવી સર્જનાત્મકતા લાવે છે અને સર્જકો અને દર્શકોના અનુભવને બદલવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ YouTube સમુદાયની સુરક્ષા પણ અમારી જવાબદારી છે.