મુંબઇ: ગોવામાં પણજી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમમાં આજથી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા આઇફએફઆઇ શરુ થઇ રહ્યો છે. જેમાં ઓપનીંગ સેરમનીમાં બોલીવૂડ સ્ટાર ધક ધક ગર્લ માધુરી દિક્ષીત અને શાહીદ કપૂર પફોર્મ કરવાના છે. આઇએફએફઆઇની 54મી એડીશનમાં સારા અલીકાન, પંકજ ત્રિપાઠી અને વિજય સેતુપતિ તેમની આગામી ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરશે.
સમારોહનું સંચાલન એકટર્સ અપાર શક્તિ ખુરાના અને કરીશ્મા તન્ના કરશે. શ્રિયા શરન અને નુસરત ભરુચા પફોર્મન્સ રજાુ કરશે. આ સમારોહમાં સન્ની દેઓલ, કરણ જોહર, શાંતનુ મોઇત્રા, શ્રેયા ઘોષાલ અને સુખવિન્દર પણ પફોર્મન્સ રજૂ કરશે.
આ તકે માધુરી દિક્ષીતે જણાવ્યું હતું કે ફિલ્મોએ મને ઘણું આપ્યું છે, હવે સમય આવી ગયો છે, તેને કંઇક પાછુ વાળીએ. આઇએફએફઆઇના સમારોહમાં સારા અને જોહર તેમની આગામી ફિલ્મ ‘અય વતન મેરે વતન’નો ફર્સ્ટ લૂક જાહેર કરશે. જ્યારે પંકજ ત્રિપાઠી, મોઇત્રા, શ્રેયા આગામી ક્રાઇમ થ્રીલર કડકસિંહનો લુક જાહેર કરશે. જ્યારે ‘જવાન’ સ્ટાર સેતુપતિ બ્લેક કોમેડી ફિલ્મ ‘ગાંધી ટોક્સ’નું ટ્રેલર રિલીઝ કરશે.