મુંબઇ: સલમાન ખાન સ્ટારર ફિલ્મ ટાઇગર-3ને ફેન્સ તરફથી ખૂબ જ પ્રશંસા મળી રહી છે. માત્ર દર્શકો જ નહીં, સ્ટાર્સ પણ ટાઇગર-3થી ખુશ છે. સન્ની દેઓલે ટાઇગર-3નું પોસ્ટર સોશ્યિલ મીડિયા પર શેર કરીને સલમાનને અભિનંદન આપ્યા છે.
સન્ની દેઓલે ટાઇગર-3નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે, ટાઇગર ઝિંદાબાદ આ સાથે જ તેણે ફાયરનું ઇમોજી પણ શેર કર્યું હતું. પોસ્ટમાં તેણે સલમાન ખાનને ટેગ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સલમાન અને સન્નીના પરિવાર વચ્ચે સંબંધ સારા રહ્યા છે. બન્નેએ સાથે કામ કર્યું છે. સન્નીની ગદ્દર-2 આ વર્ષે જ્યારે રજાુ થઇ રહી હતી ત્યારે તે ફિલ્મના પ્રચાર માટે બિગ બોસમાં પણ ગયો હતો.
એ પહેલા સલમાન ખાને પણ ગદ્દર-2ની બમ્પર ઓપનીંગથી ખુશ થઇને સન્ની દેઓલ અને પૂરી ટીમને અભિનંદન આપ્યા હતા. ત્યારે સલમાને લખ્યું હતું, ઢાઇ કિલો કા હાથ બરાબર 40 કરોડની ઓપનીંગ.